UNSCમાં જૈશના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ
Live TV
-
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પુલવામા આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ કર્યો રજૂ. હવે બધાની નજર ચીન પર ટકેલી છે કારણ કે, પહેલા પણ જૈશના પ્રમુખ મસૂજ અઝહર પર કાર્યવાહીથી ચીને પરિષદમાં રોકી દીધું હતું.
પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. હવે જોવાનું રહેશે કે આ પ્રસ્તાવ પર ચીન શું નિર્ણય કરે છે. કારણ કે પહેલા પણ જૈશના પ્રમુખ મસૂદ અઝહર પર કાર્યવાહીથી ચીને પરિષદને રોકી હતી. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના 15 સભ્યોએ સુરક્ષા પરિષદ સમિતિને અઝહરને હથિયારો ન ઉપલબ્ધ કરાવવા, તેના પર વૈશ્વિક પ્રતિબંધ અને સંપત્તિ સીલ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. પરંતુ સમિતિની સામાન્ય સહમતિ બાદ જ 13 માર્ચે આ પ્રસ્તાવ પર નિર્ણય કરશે.
