Skip to main content
Settings Settings for Dark

હનોઈમાં મળ્યા ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ ઉન

Live TV

X
  • વિયતનામની રાજધાની હનોઈમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે બીજી શિખર બેઠક યોજાઈ હતી. બંન્ને નેતાઓએ આ બેઠકથી સકારાત્મક પરિણામ આવવાની આશા વ્યક્ત કરવાની છે. આ બેઠક આજે પણ ચાલુ રહેશે.

    ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ પર વિયતનામની રાજધાની હનોઈમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉનની વચ્ચે બીજી શિખર બેઠક યોજાઇ હતી. આ બહુચર્ચિત બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રંપની સાથે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોંપિયો પણ હાજર રહ્યાં હતા. મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે, તેને આ મુલાકાતથી આશા છે અને તે કોરિયા પ્રાયદ્વીપને પરમાણુમુક્ત કરવાની અમેરિકાની માગથી પાછળ હટી રહ્યાં નથી. 

    મુલાકાત દરમિયાન પત્રકારોની સામે ઉતર કોરિયાના નેતા કિમ જોંગ ઉન કમ બોલ્યા. કિમે કહ્યું કે, તેને આ મુલાકાતથી સારા પરિણામની આશા છે. 

    બંન્ને નેતાઓ વચ્ચે ગુરૂવારે પણ વાતચીત જારી રહેશે. આ પહેલાજૂનમાં પ્રથમવાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના નેતા કિમ ઉન વચ્ચે મુલાકાત સિંગાપુરમાં થઈ ચુકી છે. ઉત્તર કોરિયાની આ વાતચીતમાં પોતાના પરમાણુ કાર્યક્રમ રોકવા માટે તૈયાર થઈ ગયા છે, પરંતુ તેનો આજ સુધી તેને અંતિમ રૂપ આપી શકાયું નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply