પાકિસ્તાને પોતાની ધરતી ઉપર સક્રીય આતંકવાદ ગુરૂ સામે તર્ક સંગત કાર્યવાહી કરવી જોઇએ: અમેરિકાના વિદેશ મંત્રી
Live TV
-
અમેરિકામાં ટ્રામ્પ પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે બન્ને દેશોને સંયમ રાખવા અપીલ કરી છે.
અમેરિકામાં ટ્રામ્પ પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે બન્ને દેશોને સંયમ રાખવા અપીલ કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ બંને દેશોના વિદેશ મંત્રી સાથે વાતચીત પછી એક નિવેદનમાં કહ્યું હતું કે બંને દેશોએ કોઇપણ પ્રકારના ટેન્શનને વધારવું જોઇએ નહીં. પાકિસ્તાનના વિદેશમંત્રી સાહ મહમદ કુરેશી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે વર્તમાન ટેન્શનને વધતું રોકવા માટે સૈન્ય કાર્યવાહી પર રોક લગાવવાનો છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને પોતાની ધરતી ઉપર સક્રીય આતંકવાદ ગુરૂ સામે તર્ક સંગત કાર્યવાહી કરવી જોઇએ.
