આર્થિક કૌભાંડી નીરવ મોદીના જમાનત અરજી પર લંડનની અદાલતમાં થઈ સુનવણી
Live TV
-
ભાગેડુ અપરાધી નિરવ મોદીની જામીન અરજીની સુનાવણી માટે CBI અને ઈડીની સંયુક્ત ટીમ પહોંચી લંડન
આર્થિક કૌભાંડી નીરવ મોદીના જમાનત અરજી પર આજે લંડનની અદાલતમાં સુનવણી થઈ હતી. ભારત તરફ થી C.B.I.અને E.D.ની ટીમો લંડન ખાતે પહોંચી હતી. જ્યાં ભારતીય એજન્સીઓએ વેસ્ટ મીંટર કોર્ટમાં નવા અન્ય પુરાવા રજૂ કર્યા હતા. પંજાબ નેશનલ બેંક સાથે છેતરપીંડી અને મની લોન્ડરીંગ મામલે આજે ભારતીય સમય મુજબ 4 વાગ્યે 30 મિનિટે લંડનની વેસ્ટ મીંટર કોર્ટમાં સુનવણી હાથ ઘરવા માં આવી હતી. નોંધનીય છે કે કોભાંડી નીરવ મોદી એ પોતાના જમાનત માટે અરજી કરી હતી. જેના પર પણ આજે સુનવણી થવા ની હતી. ઉલ્લેખનીય છે કે લંડન પોલીસે હિરાના વેપારી નીરવ મોદીની ધરપકડ કરી લંડનની કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારબાદ વેસ્ટ મીંટર કોર્ટ તેની જમાનતની અરજી ફગાવી હતી. જે બાદ નીરવ મોદીને જેલ મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય એક આર્થિક કૌભાંડી વિજય માલ્યે પણ પ્રત્યાપર્ણથી બચવા લંડનની હાઈકોર્ટમાં અરજી કરી છે.
