Skip to main content
Settings Settings for Dark

ઈથોપિયન વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 4 ગુજરાતી સહિત 157 મુસાફરોના મોત

Live TV

X
  • ઈથોપિયન એર લાઈન્સનું એક યાત્રી વિમાન રવિવારે અદિસ અબાબાથી કેન્યાની રાજધાની નૈરોબી જતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 8 ક્રુમેમ્બર સહિત તમામ 157 મુસાફરોના મોત નિપજ્યા છે. આ વિમાન નૈરોબી માટે ઉડાન ભર્યાની થોડી જ મીનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. મરનાર યાત્રીઓમાં 4 ભારતીય નાગરીક પણ સામેલ હતાં. વિશ્વભરના નેતાઓએ વિમાન દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે. 

    ઈથોપિયન એરલાઈન્સે જણાવ્યું હતું કે, મૃતકોમાં સૌથી વધારે 32 લોકો કેન્યાના છે. એરલાઈન્સ સીઈઓએ કહ્યું કે, પાયલટે વિમાનમાં પરેશાની હોવાની સૂચના મોકલી હતી અને તેને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઈથોપિયાના પ્રધાનમંત્રીએ આ દુર્ઘટના મુદ્દે દુખ વ્યક્ત કર્યું હતુ અને દુર્ઘટના માટે તપાસના આદેશ આપ્યા છે. ઈથોપિયન એરલાઈન્સના યાત્રી વિમાન દુર્ઘટનામાં 4 ભારતીય સહિત 157 લોકોના મોત થયા છે. 

    આ દુર્ઘટનામાં મોતને ભેટનાર લોકોના પરિજનો પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દઃખ વ્યક્ત કર્યું છે. પોતાના ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, મારી સંવેદના શોકમાં ડુબેલા પરિજનો સાથે છે. તો આ તરફ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, ઈથોપિયન એરલાઇન્સની દુર્ઘટનાની જાણકારી મળતા દુઃખ થયું છે. આ દુર્ઘટનામાં આપણે આપણા 4 ભારતીય નાગરીકો ગુમાવ્યા છે. અને ઈથોપિયામાં ભારતીય એમ્બેસેડરને શોકસંતપ્ત ભારતીય પરિવારને હરસંભવ મદદ કરવા કહ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply