Skip to main content
Settings Settings for Dark

બલૂચિસ્તાનઃ ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ, 4 સુરક્ષાકર્મીઓના મોત

Live TV

X
  • બલૂચિસ્તાનના ડેરા બુગતી સ્થિત એક ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટની જવાબદારી બલોચ લિબરેશન ટાઇગરે લીધી છે. શુક્રવારે થયેલા આ બ્લાસ્ટમાં ચાર ડીએસજી જવાનોના મોત થયા હતા.

    બલોચ લિબ્રેશન ટાઇગરે એક નિવેદનમાં કહ્યું કે, ડેરા બુગ્તીમાં સ્થિત સુઈ ગેસ ફીલ્ડ પર ઘાતક હુમલાની જવાબદારી લીધી છે, આ હુમલા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે જેમાં ચાર સુરક્ષાકર્મીઓના મોત થયા છે. ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ બાદ ભયાનક આગ લાગી, જેમાં ચાર સુરક્ષાકર્મીઓના મોત થયા જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા

    બલૂચી સંગઠન પાકિસ્તાન પર બલૂચિસ્તાનમાં રહેલા પ્રાકૃતિક સંસાધનોના શોષણનો આરોપ લગાવે છે. આ સંગઠનોનું કહેવું છે કે પાકિસ્તાનની સરકાર અહીંથી સંસાધનોને બીજા રાજ્યોમાં મોકલે છે, જ્યારે સ્થાનિક નિવાસી ગરીબી અને  દરિદ્રતામાં જીવન પસાર કરે છે. બલૂચિસ્તાનમાંથી નિકળેલો ગેસ પાકિસ્તાનના પંજાબમાં મોકલવામાં આવે છે, જ્યારે બલૂચિસ્તાનના લોકોને રસોઈ બનાવવા માટે ગેસ મળતો નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply