ઈન્ડોનેશિયાના બાલીના દરિયાકાંઠે આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
Live TV
-
ઈન્ડોનેશિયાના બાલીના દરિયાકાંઠે આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઈન્ડોનેશિયામાં માતરમથી 203 કિમી ઉત્તરે 516 કિમીની ઊંડાઈએ સ્થિત હતું.
જેના કારણે સ્થાનિક સમય મુજબ સવારે 3.55 કલાકે બાલી અને લાબુઆન લોમ્બોકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીના જણાવ્યા અનુસાર બાલી અને લોમ્બોકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 4 વાગ્યા પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જો શરૂઆતના આંચકાની વાત કરીએ તો 6.1 અને 6.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. ઇન્ડોનેશિયાના બાલીમાં હોટેલ મેનેજર સુદીએ ફોન દ્વારા રોઇટર્સને જણાવ્યું હતું કે બાલીના મર્ક્યુર કુટા બાલી ખાતેના મહેમાનો થોડી સેકન્ડો માટે ભૂકંપ અનુભવ્યા પછી તેમના રૂમમાંથી બહાર દોડી ગયા હતા.
