ઈન્ડોનેશિયાની સુંદા ખાડીમાં સુનામી આવતાં 373 લોકોનાં મોત અને 1400 લોકો ઘાયલ
Live TV
-
આપદા પ્રબંધન વિભાગના અધિકારીઓ મુજબ રાહત અને બચાવ કામગીરી ઝડપથી થઈ રહી છે
ઈન્ડોનેશિયાની સુંદા ખાડીમાં સુનામી આવતાં 373 લોકોનાં મોત નિપજ્યાં હતા જ્યારે 1400 જેટલાં ઘાયલ થયાં હતા. આપદા પ્રબંધન વિભાગના અધિકારીઓ મુજબ રાહત અને બચાવ કામગીરી ઝડપથી થઈ રહી છે. સડક તૂટી જવાથી બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે. જો કે આધુનિક ઉપકરણની મદદથી વાહનવ્યવહારને સામાન્ય બનાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે ભારત દુઃખની આ ઘડીમાં ઈન્ડોનેશિયા સાથે મજબૂતીથી ઉભું છે. શનિવારે મોડી રાત્રે અનાકા ક્રાકાતોઆ જ્વાળા મુખી ફાટ્યાં બાદ સમુદ્રની નીચે ભૂસ્ખલન થયું. પરિણામે ઉંચા મોજાને કારણે કાંઠા પરના વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. દક્ષિણી સુમાત્રાના કાંઠે કેટલીક ઈમારતો નષ્ટ થઈ ગઈ છે. સુંદા ખાડી ઈન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા દ્વીપની વચ્ચે છે.
