ભૂટાનના પ્રધાનમંત્રી ભારતની ત્રિ-દિવસીયની મુલાકાતે
Live TV
-
ભૂટાનના પ્રધાનમંત્રીની આ યાત્રા ભારત અને ભૂટાન વચ્ચે ઔપચારિક અને રાજનૈતિક સંબંધોનાં 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે થઈ રહી છે
ભૂટાનના પ્રધાનમંત્રી લોતે શેરીંગ ભારતની ત્રણ દિવસની યાત્રા પર છે. ત્યારે આજે ભૂટાનના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તર પર વાર્તા થઈ હતી. જેમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. દ્વીપક્ષીય વાર્તા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનની 12મી પંચવર્ષીય યોજનામાં ચાડા ચાર હજાર કરોડનું યોગદાન આપવાનું એલાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે, ભારત અને ભૂટાનના સહયોગના લાંબા ઈતિહાસમાં હાઈડ્રો પરિયોજના સહયોગનો એક ભાગ રહી છે. ભૂટાનના પ્રધાનમંત્રીની આ યાત્રા ભારત અને ભૂટાન વચ્ચે ઔપચારિક અને રાજનૈતિક સંબંધોનાં 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે થઈ રહી છે. આ પહેલાં ભૂટાનના પ્રધાનમંત્રીનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ ખાતે જઈ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભૂટાનના પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તેમની આ યાત્રાથી બંને દેશ વચ્ચેનાં સંબંધો વધારે મજબુત થશે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ ભૂટાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. તો ભૂટાનના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ સાથે પણ મુલાકાત કરશે.
