ઈન્ડોનેશિયામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 27 લોકોના મોત
Live TV
-
ઉત્તરી સુમાત્રા પ્રાંતમાં મંડલિંગ નતાલ જિલ્લામાં પૂર અને કાટમાળથી નુકસાન પહોંચ્યું
ઈન્ડોનેશિયામાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલન થવાને કારણે સુમાત્રા દ્વીપમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસ પ્રમુખ ઈરસાન સિનુહાજીએ જણાવ્યું હતું કે, ઉત્તરી સુમાત્રા પ્રાંતમાં મંડલિંગ નતાલ જિલ્લામાં પૂર અને કાટમાળથી નુકસાન પહોંચ્યું છે, જેનાથી એક ગામમાં કુલ 29 બાળકો પૂરમાં તણાઈ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, બચાવ કર્મીઓએ કાટમાળમાંથી 11 બાળકોના શબ બહાર કાઢ્યા હતા. ઈન્ડોનેશિયાના નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે, બચાવ કર્મીઓ અન્ય 17 બાળકોની શોધ કરી રહ્યા છે.
