સોમાલિયા - રેસ્ટોરન્ટ અને કોફી શોપમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, 16 વ્યક્તિના મોત
Live TV
-
અલશબાબ અલકાયદાનું એક જૂથ છે, જે મોગાદિશું આંતરરાષ્ટ્રીય સમર્થિત સોમાલી સરકારને ઉથલાવવાની લડાઈ લડી રહ્યું છે.
સોમાલિયામાં એક રેસ્ટોરન્ટ અને કોફીશોપમાં આજે આત્મઘાતી બોંબ વિસ્ફોટ થયો હતો, જેમાં 16 વ્યક્તિના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘવાયા છે. પોલીસે જણાવ્યું હતું કે, આત્મઘાતી હુમલાખોર દક્ષિણ-પશ્ચિમ બેદુઆ શહેરમાં બે જગ્યાએ ગયો હતો અને તેણે થોડી મિનિટોમાં ખુદને ઉડાવી હતી. આ વિસ્ફોટ રાજધાની મોગાદિશુંમાં 500થી વધુ લોકો માર્યા ગયાની પ્રથમ વરસીના એક દિવસ અગાઉ થયો હતો. એક વર્ષ પહેલા સોમાલિયામાં આ હિંસા પાછળ ઈસ્લામીક સમુહ અલશબાબનો હાથ હતો.અલશબાબ અલકાયદાનું એક જૂથ છે, જે મોગાદિશું આંતરરાષ્ટ્રીય સમર્થિત સોમાલી સરકારને ઉથલાવવાની લડાઈ લડી રહ્યું છે. શબાબને 2011માં આફ્રિકન યુનિયનના સૈનિકોએ રાજધાનીમાંથી ખદેડી દીધા હતા, પરંતુ હવે તેઓ સોમાલિયાના ગામોમાં સ્થિત છે.
