જમ્મુ-કાશ્મીરમાં નગર નિગમની ચૂંટણીમાં ત્રીજા ચરણનું મતદાન પૂર્ણ
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલ શહેરી નગર નિગમની ચૂંટણીમાં ત્રીજા ચરણનું મતદાન થયું હતું
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલ શહેરી નગર નિગમની ચૂંટણીમાં ત્રીજા ચરણનું મતદાન આજે થયું હતું. જેમાં બારામુલ્લામાં 72.2 ટકા અને સામ્બા 73.9 ટકા મતદાન થયું હતું. જમ્મુ ક્ષેત્રની ચાર નગર સમિતિ-સામ્બા વિજયપુર રામગઢ અને બાડી - બ્રહ્મના માટે મતદાન યોજાયું હતું. સામ્બા ક્ષેત્રમાં 56 વોર્ડ માટે 84 સ્ત્રી ઉમેદવાર સાથે કુલ 242 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 31815 મતદારોમાં 15510 મહિલા મતદારોની સંખ્યા છે. 56 વોર્ડમાં 29 વોર્ડ સંવેદનશીલ તો 32 અત્યંત સંવેદનશીલ વોર્ડ ગણવામાં આવે છે. જેના પગલે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યાર સુધી નગર નિગમની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું હતું .
