ઈરાકના નાસીરિયા પ્રાંતમાં કોવિડ હોસ્પિટલમાં આવેલી ઓક્સિજન ટેન્કમાં આગ લાગતા 44 લોકોના મૃત્યુ
Live TV
-
ઈરાકના નાસીરિયા પ્રાંતમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આવેલી ઓક્સિજન ટેન્કમાં ધડાકા સાથે આગ લાગતા 44 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં 67 લોકોને ઈજા થઈ છે. પ્રધાનમંત્રી મુસ્તફા અલ કાદમીએ વરિષ્ઠ મંત્રીઓ સાથે તાકીદની બેઠક યોજીને નાસીરિયાના આરોગ્ય તથા સિવિલ ડિફેન્સ મેનેજરોને સસ્પેન્ડ કરી, તેમની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, બગદાદની કોવિડ હોસ્પિટલની ઓક્સિજન ટેન્કમાં ગત એપ્રિલમાં લાગેલી આગમાં 82 લોકોના મોત નિપજ્યા હતા.
