Skip to main content
Settings Settings for Dark

નેપાળના નવા PM: શેર બહાદુર દેઉબા આજે નેપાળના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે

Live TV

X
  • નેપાળની સુપ્રિમ કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

    22 મે ના રોજ નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ પ્રધાનમંત્રી કે. પી ઓલીએ કરેલી દરખાસ્ત પ્રમાણે સંસદ ભંગ કરીને નવેમ્બરમાં ચૂંટણી કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પૂર્વ પ્રધાનમંત્રી કે. પી ઓલીએ પ્રતિનિધિ સભાને ભંગ કરવાનો આદેશ આપ્યો હતો જેને હવે નેપાળની સુપ્રિમ કોર્ટે રદ્દ કર્યો હતો. 

    રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીની જાહેરાત અને  કે. પી ઓલીએ પ્રતિનિધિ સભાને ભંગ કરવાના કરેલા આદેશને નેપાળની મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાલી કોંગ્રેસે આ આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રિમ કોર્ટે નેપાલી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ પ્રધાનમંત્રી બનાવવાનો આદેશ કર્યો છે. આજે શેર બહાદુર દેઉબા નેપાળના પ્રધાનમંત્રી પદના શપથ લેશે.

    69 વર્ષના પ્રધાનમંત્રી કે. પી ઓલી સંસદમાં વિશ્વાસ મત હાર્યા બાદ અલ્પસંખ્યાવાળી સરકાર ચલાવી રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply