ઈરાકે બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે રોકેટથી હુમલા કરતા તંગદીલી વધી
Live TV
-
ટ્રમ્પે કહ્યું- સુલેમાનીના મોતથી યુદ્ધ નહીં થાય
અમેરિકાના હુમલામાં ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાની અને અન્ય લોકોના મોત પર ઈરાકના હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હવાઈ હુમલા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે છદ્મ યુદ્ધ થવાની આશંકા પ્રબળ બની ગઈ છે. મેજર જનરલના શુક્રવારે થયેલી મોતને અત્યારસુધીના સૌથી વધુ તણાવના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ડેપ્યુટી કમાન્ડરે કહ્યું છે કે, ઈરાનના મુખ્ય સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીને મારીને વોશિંગ્ટને તહેરાનને યોગ્ય જવાબ આપવાનો પડકાર ફેંક્યો છે. આ તમામ વચ્ચે ઈરાકના પ્રધાનમંત્રી ઈરાનના જનરલ કમાન્ડર કાસિમ સુલેમાની અને ઈરાકના અર્ધસૈનિક બળના ઉપપ્રમુખની શોક સભામાં જોડાયા હતાં. આ સિવાય શિયાધર્મગુરુ, પૂર્વ પ્રધાનમંત્રી નૂરી અલ હકીમકી અને સમર્થક પણ મોટી સંખ્યામાં સામેલ થયા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો તહેરાન અમેરિકા પર હુમલો કરશે તો 52 ઈરાની સ્થળોને નિશાન બનાવવામાં આવશે. ટ્રમ્પે હુમલાખોરોને ધમકી આપી છે કે, હુમલાખોરોને શોધીને તેમને ઠાર મરાશે. અને પોતાની નીતિ આતંકવાદીઓ પ્રત્યે સ્પષ્ટ હોવાનું પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું. અમે હંમેશા પોતાના રાજનાયિકો અને લોકોની રક્ષા કરતા હોવાની પણ સ્પષ્ટતા આપી હતી.
તો આ તરફ ઈરાકની સેનાએ કહ્યું છે કે રાજધાની બગદાદ સહિત અનેક વિસ્તારોમાં રોકેટથી હુમલા થયા છે. આ રોકેટ હુમલા અમેરિકાના દૂતાવાસ નજીક રોઈન જોમ બગદાદની નજીક અમેરિકાના સુરક્ષાબળોવાળા બલાવ એરબેઝ પર થયો છે. સેનાએ એ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં કોઈનું મોત નથી થયું. અમેરિકા દ્વારા આવા અનેક હુમલા અગાઉ થઈ ચૂક્યા હતાં પણ અત્યારે અમેરિકાના હુમલામાં ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી બંને દેશ વચ્ચેના તણાવમાં વધારો થયો છે. ઈરાકી સેનાને રવિવાર સાંજ સુધી અમેરિકાના એરબેઝથી 1 હજાર મીટર દૂર ખસવા આદેશ કરાયો છે. ત્યાં ઈરાકની પોલીસનું કહેવુ છે કે જદરિયાના મિસાઈલ હુમલામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય કોઈ નુકસાનીના સમાચાર નથી.
