Skip to main content
Settings Settings for Dark

ઑસ્ટ્રેલિયા : જંગલની આગમાં 50 કરોડ જાનવરોનાં મોત, હૃદય કંપાવનારી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

Live TV

X
  • આગમાં બળીને તારે ચોંટી ગયેલા કાંગારુના બચ્ચાંની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે

    કૈનબરા : ઑસ્ટ્રેલિયા (Australia)ના ન્યૂ સાઉથ વેલ્સ (New South Wales)ના જંગલોમાં લાગેલી આગ (Fire) હવે ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. સપ્ટેમ્બરથી લાગેલી આગ છેલ્લા અઠવાડિયામાં તીવ્ર બની છે. ત્રણ સ્વયંસેવક અગ્નિશામકો સહિત અત્યાર સુધીમાં વીસ લોકો માર્યા ગયા છે, અને આશરે છ મિલિયન હેક્ટર (60,000 ચોરસ કિમી અથવા 14.8 મિલિયન એકર) ની ઝાડ, જંગલ અને બગીચા બળી ગયા છે, ઉપરાંત 50 કરોડ જાનવરો અને પક્ષીઓના પણ મોત થયા છે. આગમાં ફસાયેલા બીજા જાનવરોને બચાવવા માટે અનેક સંસ્થાઓ લાગી ગઈ છે. જોકે, હજુ સુધી એ જાણી નથી શકાયું કે ત્યાં કેટલા જાનવરો હયાત છે.

    આ દરમિયાન એક હૃદય કંપાવનારી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક કંગારુનું બચ્ચું બળી ગયેલી હાલતમાં તારથી વળગેલું છે. કંગારૂના બાળકના આવા દર્દનાક મોત જોઈને લોકોની આંખો ભરાઈ આવી. ચાર મહિનાનો સમય પસાર થયા બાદ પણ ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ ખતમ નથી થઈ રહી.

    ઑસ્ટ્રેલિયાની સરકારે ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા પ્રાતોમાં જંગલોમાં લાગેલી આગને જોતાં ઇમરજન્સી જાહેર કરીને રસ્તાઓ બંધ કરી દીધા છે અને રહેવાસીઓ, પર્યટકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે શનિવાર સુધી આગ વધુ ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દેશના દક્ષિણ-પૂર્વ હિસ્સામાં ભીષણ આગમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા. રજાઓ માણવા પહોંચેલા અનેક લોકો ત્યાં ફસાઈ ગયા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply