ખાડી દેશોની સ્થિતિને લઇને વિદેશમંત્રી એસ.જયશંકરે ઇરાનના વિદેશમંત્રી સાથે કરી વાત
Live TV
-
જયશંકરે ઈરાન, ઓમાન અને યુએઈના વિદેશમંત્રી સાથે પણ પરિસ્થિતિને લઈને કરી ચર્ચા
ઈરાન અને અમેરિકા વચ્ચે સર્જાયેલા તણાવને લઈને વિદેશ મંત્રી એસ.જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સાથે વાત કરી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઈરાનના વિદેશમંત્રી જવાદ ઝરીફ સાથે વાતચીત થઈ છે અને આ ઘટનાક્રમે ખુબજ ગંભીર વળાંક લીધો છે. હાલના તણાવને લઈને ભારત ચિંતિત છે. અમે પરસ્પર સંપર્ક જાળવી રાખવા સહમત થયાં છે. આ ઉપરાંત વિદેશમંત્રી જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પોઈઓ સાથે ટેલીફોનિક વાત કરી હતી અને ખાડી દેશોમાં બદલતી સ્થિતિને લઈને ચર્ચા કરી હતી. તો અમેરિકાના વિદેશમંત્રી માઈકપોમ્પિયોએ કહ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ અમેરિકનોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે. અને માત્ર ઈરાન જ નહીં પુરા ક્ષેત્રમાં અમેરિકી નાગરિકોની સુરક્ષા માટે કડક પગલાઓ ભરશે. અમેરિકા સાથે વધતા તણાવને પગલે ઈરાને એલાન કર્યું છે કે, તે 2015ના પરમાણું સમજૂતિને લઈને લાગુ કરાયેલી પ્રતિબંધનું હવે પાલન નહીં કરે.
