ઈરાનની હાલની સ્થિતિ અંગે ભારત-ઈરાનના વિદેશમંત્રી વચ્ચે વાર્તાલાપ
Live TV
-
વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાના ઈરાની સમકક્ષ સાથે વાર્તાલાપ કર્યો હતો, જેના બાદ તેમણે કહ્યું કે, હાલમાં ચાલી રહેલા તણાવથી ભારત ચિંતિત છે. આવી પરિસ્થિતિમાં બંને દેશો એકબીજા સાથે સંપર્ક સાધતા રહેવાની બાબતમાં સહમત થયા હતા.
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ઈરાનની વિદેશમંત્રી સાથે વાતચીત કરી હતી. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ઈરાનના વિદેશમંત્રી જવાદ જરીફ સાથે વાત થઈ. ઘટનાક્રમે ગંભીર વળાંક લઈ લીધો છે. આ તણાવની પરિસ્થિતિથી ભારત ચિંતિત છે.
