પાક.માં વધુ એક શીખ યુવકની હત્યા, ભારતે કરી ઘટનાની નિંદા
Live TV
-
જાણકારી પ્રમાણે પેશાવરમાં રહેતા શીખ યુવકની ધરપકડ કરવામાં આવી છે. જેના પર ભારતના વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. ભારતે પકિસ્તાનને ખોટું બોલવાનું બંધ કરી આ અપરાધના દોષીઓને દંડવાની કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
પાકિસ્તાનના પેશાવરમાં વધુ એક અલ્પસંખ્યકની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, 25 વર્ષીય શીખ યુવક રવિન્દર સિંહની અજ્ઞાત લોકોએ હત્યા કરી હતી. ભારતે આ ઘટનાની નિંદા કરી છે. ભારતે નિંદા કરતા પાકિસ્તાનને આ અપરાધના દોષીઓને સજા આપવા માટે પગલાં લેવાની માંગણી કરી છે.
