Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયાઃ આગ અંગે PM મોદીએ ફોન કરી દુઃખ વ્યક્ત કર્યું 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાના ઓસ્ટ્રેલિયાઈ સમકક્ષ સ્કૉટ મૉરિસન સાથે ટેલિફોન પર વાત કરી હતી અને જંગલોમાં લાગેલી આગના પગલે થયેલ નુકશાન પર ભારત તરફથી દુઃખ વ્યક્ત કર્યું હતું. 

    ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે અત્યાર સુધી એક કરોડ એકરથી વધુ જમીન બરબાદ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ જાનમાલના નુકશાન અંગે ચિંતા વ્યક્ત કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રીએ સહયોગ આપવાની વાત પણ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે આગના પગલે ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસને 13 જાન્યુઆરીથી શરૂ થનાર પોતાની ભારતની ચાર દિવસની યાત્રા રદ્દ કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply