ઓમિક્રોનના ભયના કારણે અમેરિકામાં 50 ટકા ફ્લાઈટ રદ કરાઈ
Live TV
-
અમેરિકામાં મુસાફરો અને ઍરલાઈન્સ કર્મચારીઓમાં ઓમિકોન વેરિએન્ટ ફેલાવવાના ભાયથી હજારો ફ્લાઈટ રદ કરવી પડી છે. ગઈકાલે બપોર સુધીમાં 50 ટકા ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. બાદમાં આ સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. મંગળાવરે અંદાજે 1 હજાર 300 અને સોમવારે અંદાજે 1, 500 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. વિમાન કંપનીઓના મત પ્રમાણે ઓમિક્રોનના ભયના કારણે મોટાભાગના કર્મચારીઓની હાજરી પર અસર પડી છે. ઓમિક્રોન અને ખરાબ વાતાવરણના કારણે જો નવા વર્ષની શરુઆત સુધી ફ્લાઈટ રદ થશે તો હજારો લોકો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
