ઓસ્ટ્રેલિયા ઈલેક્શન: પ્રધાનમંત્રી મોરિસે કર્યો જીતનો દાવો
Live TV
-
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા પાંચ અઠવાડિયાથી સામાન્ય ચૂંટણી ચાલી રહી હતી. ઓસ્ટ્રલિયામાં થયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી સ્કોર્ટ મોરિસને જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. મતગણત્રી બાદ લેબર પાર્ટીના પ્રમુખ બિલ શોર્ટને પોતાની હાર માની લીધી હતી અને પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 1.6 કરોડ ઓસ્ટ્રેલિયન નાગરિકો એ દેશના 31 માં પ્રધાનમંત્રી ની પસંદગી માટે મતદાન કર્યુ હતું.ચૂંટણી ના પરિણામોની લોકો ઊત્સાહ પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
આની અગાઉના એક્ઝિટ પોલ્સમાં લિબરલ-નેશનલ ગઠબંધનની જીત અંદાજવામાં આવી હતી. જો કે, ચૂંટણીનો સંપૂર્ણ પરિણામ આવવાનો બાકી છે. 70 ટકા મતોની ગણતરી પૂર્ણ થઈ છે, જેમાં મોરિસનની આગેવાની હેઠળની કન્ઝર્વેટીવ પાર્ટી જીતી છે અથવા આગળ છે. કન્ઝર્વેટીવ પાર્ટીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને બહુમતી માટે 76 બેઠકોની જરૂર છે અને તે 74 બેઠકમાં આગળ છે. લેબર પાર્ટી 66 બેઠકો આગળ છે.
