કઝાકિસ્તાનઃ અલ્માટીની બરફની ઘાટીમાં યોજાઈ બાજ સ્પર્ધા
Live TV
-
કઝાકિસ્તાનના પૂર્વમાં આવેલ અલ્માટીની બરફની પહાડી ઘાટીમાં શિકારીઓ માટે રાષ્ટ્રીય બાજ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે.
લગભગ 3000 વર્ષ જૂની આ પરંપરાને હજુ પણ કઝાકિસ્તાનમાં ઉજવવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશના લોકો ભાગ લઈ શકે છે અને સાથે તેઓ પોતાના બાજ પક્ષીને લાવે છે. આ સ્પર્ધામાં બાજ પક્ષીની શિકાર શક્તિ અને ઉડવાની ઝડપને ધ્યાનમાં લેવામાં આવે છે.
એવું કહેવાય છે કે, પહેલાના જમાનામાં કઝાકિસ્તાનમાં લોકો બાજ દ્વારા કરવામાં આવેલા શિકારથી જ પોતાનું ગુજરાન ચલાવતા હતા.
