સ્પેનઃ મેડ્રિડમાં જળવાયુ પરિવર્તન મામલે COP25 બેઠક
Live TV
-
સ્પેનની રાજધાની મેડ્રિડમાં જળવાયુ પરિવર્તનની સમસ્યા અંગે ચર્ચા વિચારણા અને તેના સમાધાન માટે 25મી કોન્ફ્રેંસ ઑફ પાર્ટીઝ એટલે કે COP25ની બેઠક યોજવામાં આવી છે.
આ બેઠકમાં વિશ્વભરના નેતાઓ અને વિશેષજ્ઞો જળવાયુ પરિવર્તનને રોકવાના મુદ્દે ચર્ચા કરશે. આ બેઠકમાં ગુરુવારે સ્વીડનની 16 વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે એક ભાષણ આપીને વિશ્વને ફરીથી એકવાર આ વિશે વિચારવા મજબૂર કરી દીધું છે.
