રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી અઠવાડિયે મહાભિયોગને લઇને વધી શકે છે મુશ્કેલી
Live TV
-
શુક્રવારે 23-17 થી મહાભિયોગના પ્રસ્તાવને મંજૂરી
ડેમોક્રેટિક બહુમતિવાળા હાઉસ ઓફ રિપ્રેઝેટેટિવની કમિટીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધના બે આરોપોને મંજૂરી આપી દીધી છે. આમ હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયામાં આગળ વધશે. હાઉસ જ્યૂડિશિયરી કમિટિએ શુક્રવારે 23-17 થી મહાભિયોગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના હરીફ જો બિડેન વિરુદ્ધ તપાસને લઇને યૂક્રેન પર દબાણ બનાવા અને ડેમોક્રેટ્સને તેની તપાસ કરવાનો આરોપ છે. જો આગામી અઠવાડિયામાં હાઉસ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ ચલાવાના પ્રસ્તાવમાં મતદાન કરે છે તો આ કાર્યવાહીનો સામનો કરનારા અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ હશે. જો કે ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ પદથી હટાવવાની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે સીનેટમાં તેમની પાર્ટી રિપબ્લિકન બહુમતમાં છે.
