કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યા
Live TV
-
અમેરિકન ઈતિહાસમાં આ પદ માટે ત્રીજી મહિલા ઉમેદવાર, હેરિસના માતા ભારતીય અને પિતા આફ્રીકન હતા બન્ને કોમ્યુનિટીમાં તેમની સારી પકડ
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેને સાંસદ કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ માટેના ઉમેદવાર જાહેર કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિપદના ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેને ટ્વિટ કરીને જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદમાર તરીકે કમલા હેરિસની પસંદગી કરીને તેઓ ગર્વ અનુભવી રહ્યા છે. આ સાથે કમલા હેરિસે પણ ટ્વિટ કરીને, જો બાઇડનનો આભાર માન્યો હતો. જો બાઇડેને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે કમલા હેરિસની પસંદગી કરતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
55 વર્ષના કમલા હેરિસ ડિસેમ્બરમાં પ્રમુખપદની રેસમાંથી બહાર થઇ ગયા હતા. કમલા હેરિસ બે વાર એમેરિકી એટર્ની જનરલ પદ પણ સંભાળી ચુક્યા છે. વર્ષ 2017માં તેઓ સાંસદ બન્યા હતા. મહત્વનું છે કે, ડેમોક્રેટીક પાર્ટીના જો બાઇડન વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હરીફ છે.
