રશિયાએ કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં મેળવી સફળતા
Live TV
-
રશિયાએ વિશ્વની પ્રથમ કોરોના વાયરસ રસીને આપી મંજૂરી, ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી જાહેરાત
રશિયાએ કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં સફળતા મેળવી લીધી છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રશિયાએ કોરોનાની એક સુરક્ષિત વેક્સિન બનાવી લીધી છે અને તેને રજીસ્ટર્ડ પણ કરાવી છે. રાષ્ટ્રપતિ પુતિને એમ પણ કહ્યું હતું કે, સૌ પ્રથમ તેમની દીકરીને રસી આપવામાં આવી હતી. આ વેક્સિનને નિર્ધારિત કાર્યક્રમ હેઠળ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય અને રેગ્યુલેટરી બોડીનું અપ્રુવલ મળી ગયું છે. રશિયાની વેક્સિન Gam-Covid-Vac Lyoને રક્ષા મંત્રાલય અને ગામાલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ સાથે મળીને તૈયાર કરી છે. આ વિશ્વની સૌથી પહેલી વેક્સિન હોવાનો દાવો કરાયો છે.
મહત્વનું છે કે, સપ્ટેમ્બરમાં તેનુ ઉત્પાદન કરીને ઓક્ટોબર સુધી લોકો સુધી પહોંચાડવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. રશિયાએ એક મહિના પહેલા સંકેત આપ્યા હતા કે, તેઓ વેક્સિન ટ્રાયલમાં સૌથી આગળ છે. અને 10થી12 ઓગસ્ટ વચ્ચે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી લેશે. પુતિને કહ્યું છે કે, વેક્સિન જરૂરી પરીક્ષણોમાંથી પસાર થઈ છે, પરંતુ રશિયાના દાવાઓ પર દુનિયાભરમાંથી સવાલો ઉભા થઈ રહ્યા છે.
