કાશ્મીર મુદ્દે UNSCમાં ચીન-પાકિસ્તાનને ઝટકો
Live TV
-
UNSCના અન્ય સભ્યોએ કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની ના પાડી દીધી
ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં બુધવારે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસને ફરી એકવાર પછડાટ મારી છે. UNSCના અન્ય સભ્યોએ કહ્યું કે આ મુદ્દે ચર્ચા કરવાનું આ યોગ્ય સ્થાન નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત પોતાની કુટનીતિક ચાલથી પાકિસ્તાનને પીછેહઠ કરાવવામાં સફળતા મેળવી છે. ચીને ન્યુયોર્કમાં બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બંધરૂમમાં થયેલી બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે અન્ય તમામ સભ્ય દેશે તેનો વિરોધ કર્યો હતો. આફ્રિકી દેશોથી જોડાયેલા મુદ્દે ચર્ચા કરવા સુરક્ષા પરિષદની બંધરૂમમાં બેઠક બોલાવાઇ હતી...
