કિમ જોંગ ઉન અને USના વિદેશમંત્રી માઈક પોમ્પિયો વચ્ચે યોજાઈ મહત્ત્વની બેઠક
Live TV
-
અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું છે કે, ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ હથિયારોનું નિર્માણ બંધ કરવા બાબતે એક સમજૂતીની દિશામાં ઉત્તર કોરિયાના નેતા કિમ-જોંગ-ઉનની સાથે થયેલી વાતચીતમાં પ્રગતિ થઈ છે. દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલમાં આજે તેમણે પત્રકારોને આ જાણકારી આપી હતી.
પોમ્પિયોએ જણાવ્યું હતું કે, પરમાણુ નિઃશસ્ત્રીકરણની બાબતે તેઓ અને કિમ-જોંગ-ઉન તરત જ મંત્રણા શરૂ કરવા માટે સંમત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયાના એક મુખ્ય પરમાણુ કાર્યક્રમ સ્થળ પર આંતરરાષ્ટ્રીય નિરિક્ષકોની ઉપસ્થિતિ અને કિમ તથા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શિખર મંત્રણાની તારીખ અને સ્થાનને નક્કી કરવા બાબતે પણ સંમતિ થઈ છે.
પોમ્પિયોએ ઉત્તર કોરિયાથી રવાના થયા બાદ થોડાક જ સમયમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગ્ટનથી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેઓ નજીકના ભવિષ્યમાં કિમ સાથેની મુલાકાત માટે પ્રતિક્ષા કરી રહ્યા છે.
