રાષ્ટ્રપતિ તજાકિસ્તાનની ત્રણ દિવસીય યાત્રા પર દુશાંબે પહોંચ્યા
Live TV
-
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પોતાની ત્રણ દિવસની મુલાકાત માટે તજાકિસ્તાન પહોંચ્યા છે. મધ્ય એશિયાના આ દેશની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ, બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે, તજાકિસ્તાનના પ્રમુખ અને ટોચના નેતાગણ સાથે વાતચીત કરશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શ્રી કોવિંદ, તજાકિસ્તાનના પ્રધાનમંત્રી કોખિર રસુલઝોદા અને રાષ્ટ્રપતિ ઇમોમાલી રહમાન ઉપરાંત, સંસદના અધ્યક્ષ શુકુરઝોન ઝુહરોવ અને સંસદના લોઅર હાઉસના અધ્યક્ષ મજલિસી નમોયાદગોન સાથે મુલાકાત કરશે. સંરક્ષણ રાજ્ય પ્રધાન સુભાષ ભામરે અને રાજ્યસભાના સભ્ય શમશેર સિંહ મનહાસ પણ રાષ્ટ્રપતિના પ્રતિનિધિમંડળમાં સામેલ છે.
