જાતીય હિંસાની વિરૂધ્ધ લડેલા બે યોધ્ધાઓને નોબલ શાંતિ પુરસ્કાર
Live TV
-
નોબલ પુરસ્કારોમાં શુક્રવારે શાંતિ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી. નોર્વેજિયન નોબેલ સમિતિએ વર્ષ 2018 માટે નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કર્યા હતા. આ વર્ષનો પુરસ્કાર કોંગોના 63 વર્ષીય ગાયનેકોલોજીસ્ટ ડો. ડેનિસ મુવેગે અને સિરિયાનાં ઇસ્લામિક સ્ટેટની બર્બરતાનો સામનો કરી ચૂકેલી 25 વર્ષીય નાદીયા મુરાદને મળ્યો છે.
આ બંને સમ્માનિત વ્યક્તિઓને યુધ્ધ દરમ્યાન થતી યૌન હિંસાનો સામનો કરવા માટે આ પુરસ્કાર આપવામાં આવશે. ડો. ડેનિસે અત્યાર સુધીમાં 30 હજારથી વધુ દુષ્કર્મ પીડિતાઓની સારવાર કરી છે. ખાસ કરીને એવી મહિલાઓ જે યુધ્ધ કે હિંસાગ્રસ્ત પરિસ્થિતીઓમાં જાતીય હિંસાનો ભોગ બની હોય.
જ્યારે નાદીયા મુરાદ ઇસ્લામીક સ્ટેટના આતંકવાદીઓની જાળમાં 3 મહિના સુંધી ફસાયેલી રહી અને 2014માં ત્યાંથી ભાગ્યા બાદ યેઝદી લોકોના અધિકાર માટે ચળવળ ચલાવી. આતંકવાદીઓની ક્રૂરતાનો સામનો કરીને મહિલાઓના અધિકારની વાત કરવા માટે તેમને નોબલ શાંતિ પૂરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર જીતનારી તે પ્રથમ ઇરાકી મહિલા છે.
