રશિયાની મિસાઇલ પ્રણાલી S-400 માટે રશિયા-ભારત વચ્ચે સમજૂતી કરાર, જાણો મિસાઈલ વિશે
Live TV
-
પુતિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. પુતિન પ્રતિભાશાળી બાળકોના સમૂહ સાથે પણ સંવાદ કરશે, અને ભારત - રશિયા વેપાર બેઠકને પણ સંબોધન કરશે.
ભારતના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં દ્વિપક્ષી બેઠક યોજાઇ હતી. બેઠક બાદ હૈદરાબાદ હાઉસમાં ભારત અને રશિયાની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચે 8 સમજૂતિ પર કરાર થયા છે. ત્યારે બહુચર્ચિત એસ-400 મિસાઇલ કરાર ઉપર પણ મહોર લાગી ગઈ છે.
એસ-400 સરફેસ -ટૂ -એર મિસાઇલ છે. જે જમીન પરથી જ હવામાં લાંબી દૂરી સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ સાથે ટ્રેડ, સ્પેસ, ફોરેન અફેર્સ, રેલવે, ન્યુક્લિયર ડિલ, ટ્રાન્સપોર્ટ અને રેલવે એજ્યુકેશન, એમએસએમઈ સેક્ટર અને ફર્ટિલાઇઝર સેક્ટર જેવા આઠ ક્ષેત્રમાં સમજૂતિ કરાર થયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, ભારત અને રશિયા વચ્ચેનાં સંબંધો અદ્વિતીય છે અને રશિયા સાથેનાં સંબંધો પર સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમજ ભારત અને રશિયાના સંબંધોનો હજુ પણ વિસ્તાર થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાનના લક્ષ્યને હાંસલ કરવામાં રશિયા મદદ કરશે. આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષ, અફઘાનિસ્તાન તથા એન્ડો પેસેફિકના ઘટનાક્રમ, જળવાયુ પરિવર્તન તેમજ એસસીઓ અને બ્રિક્સ જેવા સંગઠનો અને જી-20 તેમજ એશિયન જેવા સંગઠનોમાં સહયોગ કરવામાં બંને દેશોનું સંયુક્ત હિત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં સહયોગ ચાલુ રાખવા પર સહેમતિ વ્યક્ત થઈ છે. શિક્ષણ ક્ષેત્રે સહયોગને આગળ વધારતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમર પુતિને અટલ ટેન્કરિંગ મિશન હેઠળ અટલ ટેન્કરિંગ લેબ્સ અને રશિયામાં સિવિયસ શિક્ષા કેન્દ્ર સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
જાણો એસ-400 સરફેસ -ટૂ -એર મિસાઇલ વિશેઃ
https://www.youtube.com/watch?v=nDYCAFnZaZM&feature=youtu.be
