કુવૈતના અમીર મહામહિમ શેખના નિધન પર ભારત સરકારે કરી રાજકીય શોકની જાહેરાત
Live TV
-
કુવૈતના અમીર મહામહિમ શેખ સબા અલ અહમદ અલ જબર અલ સબાનું 29 સપ્ટેમ્બર, 2020ના રોજ નિધન થયું હતું.
તેમના સન્માનમાં ભારત સરકારે રવિવારે દેશભરમાં એક દિવસીય રાજકીય શોક રાખવાનો નિર્ણય કર્યો છે. જે ઈમારતો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રીય ધ્વજને સહેજ નીચો ફરકાવવામાં આવશે. આ દિવસે કોઈપણ મનોરંજનના કાર્યક્રમો યોજાશે નહીં.
