Skip to main content
Settings Settings for Dark

કેનેડાના પશ્ચિમ વિસ્તારમાં બ્રિટિશ કોલંબિયામાં 135થી વધુ સ્થાને આગ લાગી

Live TV

X
  • હવામાન-શાસ્ત્રીઓએ આ સપ્તાહમાં વધુ વીજળી ત્રાટકવાની ચેતવણી આપી છે.

    કેનેડાના પશ્ચિમ વિસ્તારમાં બ્રિટિશ કોલંબિયામાં 135થી વધુ સ્થાને આગ લાગેલી છે. હવામાન-શાસ્ત્રીઓએ આ સપ્તાહમાં વધુ વીજળી ત્રાટકવાની ચેતવણી આપી છે. સુસવાટા મારતા પવનોને કારણે જંગલોમાં લાગેલી આગ વધુ રૌદ્ર રૂપ લઇ શકે છે. 30 જૂન અને પહેલી જુલાઇ દરમિયાન બ્રિટિશ કોલંબિયામાં 7 લાખથી વધુ વીજળી ત્રાટકી હતી. 

    આગને લીધે લગભગ 1 લાખ હેક્ટર જમીન પ્રભાવિત થઇ
    આ સપ્તાહમાં આગને લીધે લગભગ 1 લાખ હેક્ટર જમીન પ્રભાવિત થઇ હતી. આગ લાગી છે તે વિસ્તારોમાં એક હજાર 300થી વધુ ઘર ખાલી કરાવાયા છે. ગુમ થયેલા લોકોને પરિવારો સાથે ભેગા કરવા રેડ ક્રોસે Phone Line સેવા શરૂ કરી છે. બ્રિટિશ કોલંબિયાનું પ્રશાંત ક્ષેત્ર અભૂતપુર્વ ગરમીનો સામનો કરી રહ્યું છે. હીટવેવને કારણે 719 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. હીટવેવ દરમિયાન Litton શહેરમાં તાપમાન 49.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કેનેડામાં છેલ્લા 80 વર્ષમાં નોંધાયેલું આ સૌથી ઉંચુ તાપમાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply