કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની પત્નીને કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા
Live TV
-
થોડા દિવસ પહેલા જ તેઓ બ્રિટનથી પરત ફર્યા હતા , કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો હવે કોરોના વાયરસના કારણે ઘરેથી કામ કરશે
વિશ્વના મોટા નેતાઓ પણ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. જેમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો હવે કોરોના વાયરસના કારણે ઘરેથી કામ કરશે. કારણ કે તેમની પત્ની સોફી ટ્રુડોમાં ફલૂ જેવા લક્ષણો દેખાયા હતા. તેના પછી પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સાવચેતીના ભાગ રૂપે આ નિર્ણય કર્યો છે. સોફી ગુરુવારે બ્રિટનમાંથી એક પ્રોગ્રામથી પરત ફર્યો હતા. ત્યારબાદ તેમનામાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તેઓની કોરોના વાયરસના ચેપ માટેની ચકાસણી કરવામાં આવી રહી છે. જેની રીપોર્ટ હજી બાકી છે. તેથી રાષ્ટ્રપતિ ટ્રુડોએ કહ્યું હતું કે સોફીનો રિપોર્ટ આવે ત્યાં સુધી તેઓ ઓફિસ જશે નહી. અને ઘરેથી જ કામ કરશે. આ માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
