કોરોના વાયરસને પગલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હવે નમસ્તેથી જ ચાલશે કામ
Live TV
-
આયરલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાથ મિલાવવાને બદલે નમસ્તે કરી અભિવાદન કર્યુ
કોરોના વાયરસથી સંક્રમણના ખતરાને જોતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વોશિંગ્ટનના પ્રવાસે ગયેલા આયરલેન્ડના વડાપ્રધાન લિયો વરાડકર એકબીજાનું વ્હાઇટ હાઉસમાં ‘નમસ્તે’ કહીને ભારતીય પરંપરા પ્રમાણે અભિવાદન કર્યું. તેમણે કહ્યું કે કોરોના વાયરસના લીધે આ જરૂરી છે. ઓવલ હાઉસ (અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યાલય)માં પત્રકારોએ પૂછયું કે તેઓ એકબીજાનું અભિવાદન કરશે ત્યારે ટ્રમ્પ અને ભારતીય મૂળના વરાડકરે હાથ જોડીને એકબીજાને નમસ્તે કર્યું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે યુરોપ ઉપર નવા મુસાફરી પ્રતિબંધોની જાહેરાત કરી છે. એક ટેલિવિઝન સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, યુરોપની બધી જ મુસાફરી આગામી 30 દિવસ સુધી મુલતવી રહેશે અને આ નવા નિયમો 13 માર્ચથી લાગુ કરવામાં આવશે. તેમણે આ પ્રતિબંધો બ્રિટન ઉપર લાગુ નહીં કરાય તેમ જણાવ્યું હતું.
