કેન્દ્રીય વિદેશમંત્રી આજથી બે દિવસીય જ્યોર્જિયાના પ્રવાસે જશે
Live TV
-
રશિયાના પ્રવાસે ગયેલ કેંદ્રિય વિદેશમંત્રી ડો.એસ જયશંકરે રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય આર્થિક સહયોગની સમીક્ષા કરી હતી. તેમણે કોરોના ની બીજી લહેર દરમ્યાન મળેલી રશિયાની સહાયતાની પ્રશંસા કરી હતી.
રશિયાના પ્રવાસે ગયેલ કેંદ્રિય વિદેશમંત્રી ડો.એસ જયશંકરે રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય આર્થિક સહયોગની સમીક્ષા કરી હતી. તેમણે કોરોના ની બીજી લહેર દરમ્યાન મળેલી રશિયાની સહાયતાની પ્રશંસા કરી હતી. કેંદ્રિય વિદેશમંત્રી આજથી જ્યોર્જિયાની બે દિવસીય યાત્રા કરશે. તેઓ જ્યોર્જિયાના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ડેવિડ ઝાલકાલિયાની ના નિમંત્રણ પર ત્યાં જશે. કોઇ ભારતીય વિદેશમંત્રીની સ્વતંત્ર જ્યોર્જિયાની આ પ્રથમ યાત્રા હશે. ડો.એસ જયશંકર જ્યોર્જિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ અને ક્ષેત્રિય અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ તિવિલ્સીમા મહાત્મા ગાંધીની નવી પ્રતિમાનુ અનાવરણ કરશે. વિદેશમંત્રીની યાત્રાથી બન્ને દેશોના સંબંધો મજબૂત થશે.
