જર્મનીએ ભારત, ઈગ્લેન્ડ, પોર્ટુગલના પ્રવાસીઓ પરથી પ્રવેશ માટે હટાવ્યો પ્રતિબંધ
Live TV
-
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને 19 જૂલાઈએ અન્ય કોવિડ પ્રતિબંધોને પણ હટાવવાની બનાવી યોજના.
વિશ્વ આખુ કોરોનાની મહામારી સામે લડી રહ્યુ છે.. ત્યારે બ્રિટનને જલ્દીથી લોકડાઉનના નિયમોથી આઝાદી મળી શકે છે.. બ્રિટનમાં કોવિડ લોકડાઉન રૂટ મેપના અંતિમ ચરણમાં ફેસ માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવુ અનિવાર્ય નહી રહે, તેવી પ્રધાનમંત્રી બોરિસ જોન્સને પુષ્ટિ કરી છે. ઘરમાં વધુમાં વધુ એકસાથે છ લોકો રહે અને વર્ક ફ્રોમ હોમ સંબંધિત નિયમોને પણ હટાવવામાં આવશે..સાથે જે બ્રિટિશ નાગરિકોની દિનચર્યા પર લગભગ 16 મહિનાથી લાગુ થયેલા પ્રતિબંધો પૂર્ણ થઇ જશે..બોરિસ જોન્સને કહ્યુ કે અંતિમ ચરણ 19 જુલાઇએ પૂર્ણ થાય તેવી આશા છે. સ્કૂલ, પ્રવાસો, અને સેલ્ફ આઇસોલેશન સંબંધિત અપડેટ આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે..મહત્વનુ છે કે બ્રિટન લગભગ કોરોનાના 49 લાખ કેસ અને 1 લાખ 20 હજાર મોત સાથે વિશ્વમાં કોરોનાથી પ્રભાવિત દેશોમાં સાતમા સ્થાને છે..
