કેલિફોર્નિયા: કોરોનાને કાબૂમાં લાવવા માટે નવો પ્રતિબંધ લાદવામાં આવ્યો
Live TV
-
અમેરિકાના કેલિફોર્નિયામાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા માટે નવો પ્રતિબંધ લાગુ, ખાનગી સમારંભો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ
કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે અમેરિકાના કેલિફોર્નિયામાં નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેમાં દુકાનો બંધ રાખવાના આદેશ સાથે ખાનગી સમારંભો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેલિફોર્નિયાના ગર્વનરે કહ્યું, કે તેઓ આ પ્રતિબંધો હેઠળ દુકાનો બંધ થવાને કારણે નાના ઉદ્યોગોની મુશ્કેલીઓને તે સમજે છે. કેલિફોર્નિયામાં કોરોનાના 13 લાખ 96 હજારથી વધુ કેસ છે. આ રોગચાળાને કારણે 20 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
