પ્રધાનમંત્રી આજે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક યોજશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક યોજશે. મધ્ય એશિયાના દેશ સાથે ભારતની આ પહેલી શિખર બેઠક છે. આ બેઠકમાં કોવિડ મહામારી બાદના સમયમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સહયોગ વધારવા સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ મહત્વના પાસાઓ પર ચર્ચાઓ થશે.હાલના વર્ષોમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વિચાર વિમર્સ થતો રહ્યો છે. વર્ષ 2015 અને 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી. તો ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જીયોયેવ વર્ષ 2018 અને 2019માં ભારતનાં પ્રવાસે આવ્યા હતાં. આ પ્રવાસથી બંને દેશો વચ્ચેના પરસ્પરના સંબંધોમાં નવી ગતિશીલતા આવી હતી. આજે યોજનારા વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતિઓ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.
