'બુરેવી' વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ભારે પુરની સ્થિતિ, 75 હજાર લોકોના સ્થળાંતર
Live TV
-
ચક્રવાતી વાવાઝોડું બુરેવી ગઇકાલે મોડી રાતે શ્રીલંકાના પુર્વ દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાયું હતું. તેને કારણે કિનારા વિસ્તારની ઇમારતો અને વીજ લાઇન્સને નુકસાન પહોંચવા ઉપરાંત ભારે પુરની સ્થિતી સર્જાઇ હતી.
75 હજાર જેટલા લોકોનું સ્થળાંતર
ચક્રવાતી તોફાનને જોતાં શ્રીલંકાના સત્તાવાળાએ 75 હજાર જેટલા લોકોને સ્થળાંતર કરાવીને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા. 237 જેટલા રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આપત્તિ પ્રબંધન તંત્રે લોકોને ઘરની અંદર જ રહેવા સલાહ આપી છે. ત્રિંકોમાલી સહિત પુર્વ વિસ્તારના લોકો વધુ પ્રભાવિત થયા હતા. ચક્રવાત ફંટાઇને આવતીકાલે સવારે તામિલનાડુમાંથી પસાર થાય તેવી સંભાવના છે.
પુડીચેરીમાં વરસાદ
ચક્રવાતના પ્રભાવને કારણે પુડીચેરીમાં વરસાદ પણ થયો હતો. ચક્રવાતને કારણે કેરળના થિરૂવનન્થપુરમમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપવામાં આવી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુ અને કેરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને બુરેવી ચક્રવાતને મુદ્દે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ બંને રાજ્યોને મદદનો ભરોસો અપાવ્યો હતો. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.
