કોરોનવાઇરસથી હોંગકોંગમાં નોંધાયું પ્રથમ મોત
Live TV
-
આ પહેલા ફિલિપાઈન્સમાં પણ કોરોનવાઇરસથી એક મોત નોંધાયું હતું.
ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ ભયાનક વાઇરસનું મુખ્ય કેન્દ્ર ચીનનું વુહાન હતું, પણ આ વાઇરસ ચીનનાં સૌથી મોટાં શહેરો એવાં બેઈજિંગ, શાંઘાઈ અને ગ્વાંગઝુમાં પણ મોટા પ્રમાણમાં ફેલાયો છે. આ શહેરોમાં ચીનના અન્ય વિસ્તારોમાંથી આવીને રહેતા લોકો બહુ મોટી સંખ્યામાં રહે છે. મંગળવારે હોંગકોંગમાં કોરોનાવાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાયુ હતું. આ સાથે જ્યારે કોરોના વાઇરસનો કહેર ચીનની બહાર ફેલાયો હોવાથી, વૈશ્વિક આર્થિક વિકાસ ઉપર પણ સંકટના વાદળ ઘેરાયા છે. ગત સપ્તાહે શંઘાઇના બેંચમાર્ક ઇન્ડેક્સ પ્રમાણે 40 અબજ ડોલરનું નુકસાન થયું હતું જેની અસર વિશ્વના બજારો પર પણ જોવા મળે છે. વિશ્વના સૌથી મોટા કસીનો હબ, મકાઉએ કહ્યું કે તેણે વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ કસિનો સંચાલકોને બે અઠવાડિયા માટે કામગીરી સ્થગિત કરવા જણાવ્યું છે.
