Skip to main content
Settings Settings for Dark

કોરોનાના કહેર વચ્ચે ઈરાનમાં ફસાયેલા 44 ભારતીયોને પરત લવાયા

Live TV

X
  • ચીન બાદ ઈટાલી અને ઈરાન જીવલેણ કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સામેલ છે. ઈરાનમાં હજારો ભારતીય પણ ફસાયેલા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે. નોંધનીય છે કે ઈરાનથી 44 ભારતીય મુસાફરોને પરત લાવવામાં આવ્યા છે. વિશ્ર્વભરમાંથી કુલ 1031 ભારતીયોને ઊગારી લેવામાં આવ્યા છે. જેમાં મ્યાનમાર, મોલદીવ, બાંગ્લાદેશ, ચાઈના, માડાગાસ્કર, શ્રીલંકા, સાઊથ આફ્રિકા નો સમાવેશ થાય છે. આવતી કાલે ભારતની મહાન 'એરઈન્ડીયા ફ્લાઈટ' તહેરાનથી દિલ્હી આવે તેવી શક્યતા છે.તો બીજી તરફ ઈરાનથી ટેસ્ટીંગ માટે 1199 સેમ્પલ લાવવામાં આવ્યા છે. નોંધનીય છે, કે ભારત સરકાર એરઈન્ડીયા ફ્લાઈટને આજે ઈટલીના મિલાન શહેરમાં મોકલશે. તેમજ રોમમાં પણ ભારતીય હેલ્થ ટીમ મોકલવામાં આવી છે. કોરોના વાઇરસને મહામારી જાહેર કર્યા બાદ, ઇરાનથી લાવવામાં આવેલ લગભગ 350 ભારતીયોને જેસલમેરમાં ભારતીય સૈન્ય દ્વારા તૈયાર, વિશેષ કેમ્પમાં રાખવામાં આવશે. જેમાં ઇરાનથી વધુ ભારતીયોને લઇને , એરઇન્ડિયાનું વિમાન આજે જેસલમેર પહોંચશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply