વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોનાના ચેપને કારણે વિશ્વમાં 5 હજાર લોકોના મોત
Live TV
-
યુરોપ બન્યું આ મહામારીનું કેન્દ્રબિન્દુ
ચીનમાં વુહાન ખાતે દેખા દીધા પછી, વૈશ્વિક મહામારીનું રૂપ લઇ ચુકેલો કોરોના વાયરસ અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચુક્યો છે. વિશ્વમાં 1,34,300 લોકો તેનાથી સંક્રમિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે, કે યુરોપ હવે આ મહામારીનું કેન્દ્રબિન્દુ બની રહ્યું છે. વિશ્વના 123 દેશોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાઇ ચુક્યો છે. ઇટલીમાં ગઇકાલે એક જ દિવસમાં 250 લોકોના મૃત્યુ થયા હતા. ઇટાલીમાં મૃતકોની સંખ્યા વધીને 1266 થઇ ગઇ છે. ઇટાલીમાં shutdownનો આજે ચોથો દિવસ છે. ડેનમાર્કમાં કોરોના સંક્રમણથી બચવા વિદેશીઓ માટે એક મહિના સુધી સરહદો સીલ કરી છે. સ્પેનમાં પણ 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે. તૂર્કીએ 17 એપ્રિલ સુધી યુરોપના 9 દેશો સાથેનો વિમાન વ્યવહાર સ્થગિત કરી દીધો છે. સાઉદી અરબમાં વધુ 86 કેસ નોંધાયા છે. યુરોપના મોટાભાગના દેશોમાં શાળા અને કોલેજો બંધ છે.
