કોરોનાનો કહેર: વિશ્વભરમાં દર્દીઓનો આંક 21.50 લાખને પાર, મૃત્યુઆંક 1.43 લાખને પાર
Live TV
-
વિશ્વભરમાં કોરોનાના દર્દીઓનો આંક 21 લાખ 50 હજારને પાર થયો છે. જ્યારે 1 લાખ 43 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જો કે રાહતની વાત એ છે કે, અત્યારસુધીમાં આશરે 5 લાખ લોકો સારવાર પછી સાજા થયા છે. ઈટાલી પછી સૌથી ખરાબ અસર ,હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. અમેરિકામાં એક જ દિવસમાં 2 હજાર 500 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધીમાં 33 હજારનાં મોત થયાં છે. જ્યારે સક્રીય સંક્રમીતોની સંખ્યાં 6 લાખ 67 હજાર 801થી વધુ થઈ ગઈ છે જે દુનિયામાં સૌથી વધારે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે તમામ પ્રાંતના ગવર્નર સાથે બેઠક કરશે. આ તરફ બ્રિટનમાં 13 હજાર 729 લોકોનાં મોત થયાં છે. બ્રિટનમાં 3 સપ્તાહ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરીસ જોન્સન કોરોના વાઈરસ સંક્રમીત થયાં બાદ તેમનો કાર્યભાર સંભાળી રહેલા વિદેશમંત્રી ડોમેનિક રોબે કહ્યું કે, સરકાના ઉપાય કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સફળ રહ્યાં છે. આ તરફ બ્રાઝિલમાં 30 હજાર 425 થી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં 1, 924 નાં મોત થયાં છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પોતાના આરોગ્ય મંત્રીને બરતરફ કરી દીધા છે.બંને વચ્ચે કોરોના વાઈરસ સામે લડવા માટેનો ઉપાયો પર મતભેદો હતા.તેમના સ્થાને રાષ્ટ્રપતિના અભિયાનનું સમર્થન કરી રહેલાં નેલ્સન ટેઈચને આરોગ્ય મંત્રી બનાવાયા છે. તો ફ્રાન્સમાં, લોકાડાઉન વધુ એક માસ વધારવામાં આવ્યુ છે.સ્પેન, ફ્રાન્સ અને બ્રિટનમાં પણ કોવિડ 19ની અસર વધારે છે. દક્ષિણ કોરિયામાં નવા 22 કેસ નોંધાયા છે જેને પગલે અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમીતોની સંખ્યાં 10,613 પર પહોંચી છે. તો 229 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં 2,866 નવા કેસ નોંધાયા છે અને અત્યારસુધીમાં કુલ 315 લોકોનાં મોત નીપજ્યાં છે. આ તરફ પાકિસ્તાનમાં કોરોનાં સંક્રમીતોની સંખ્યાં 6,500ને પાર થઈ છે અને કુલ 124 લોકો મોતને ભેટ્યાં છે
