કોરોના વાયરસથી અમેરિકામાં કુલ 6ના મોત
Live TV
-
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ હવે માત્ર ચીન જ નહી. પણ અમેરિકા, જાપાન, ભારત સહિતના અન્ય દેશો સુધી પહોંચ્યો છે.
તો કોરોના વાયરસથી ચીનમાં અઢી હજારથી વધારે લોકોના મોત થયા છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના વધુ બે કેસ નોંધાયા છે. જેમાં એક કેસ દિલ્હીમાં અને એક કેસ તેલંગાનામાં મળ્યો છે. દિલ્હીમાં ઇટલીથી આવેલા એક મુસાફરને કોરોના વાયરસ શંકાસ્પદ જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં રખાયા હતા અને રિપોર્ટમાં કોરોના વાયરસ પોઝીટીવ આવ્યો હતો.
તો તેલંગાના માં ,મુસાફર ,દુબઇ થી આવ્યો હતો ,અને સ્ક્રીનીંગ માં ,કોરોના વાયરસ નો ,રિપોર્ટ ,પોઝીટીવ આવ્યો હતો. ત્યારે બંને ઓબર્ઝવેશન હેઠળ રખાયા છે. આ અગાઉ ,કેરળ માં ,ત્રણ કેસ પોઝીટીવ આવ્યા હતા. જેમને સારવાર આપી ને ,સામાન્ય કરતા ,હવે તેમને રજા આપવા માં આવ્યા છે. ડો. હર્ષ વર્ધને જણાવ્યુ ,કે , દેશના તમામ એરપોર્ટ, સી પોર્ટ પર ,સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે ,અને અત્યાર સુધી ,પાંચ લોકો નું સ્ક્રીનીંગ ,કરાયુ છે. ખાસ કરીને ઇટલી, દક્ષિણ કોરિયા, ઇરાન માંથી સૌથી જોખમ જોવા મળી રહ્યુ છે.
