Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસના કારણે અમરેકાએ યુરોપથી US પ્રવાસ પર 30 દિવસનો પ્રતિબંધ મૂક્યો

Live TV

X
  • ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાયરસ હકીકતમાં સમગ્ર દુનિયાનું દુશ્મન છે. આપણે તેને વહેલી તકે અને સુરક્ષિત રીતે હરાવવું પડશે. મારા માટે અમેરિકાના લોકોની સુરક્ષા અને જીવનથી મહત્વપૂર્ણ કંઈ જ નથી.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કોરોના વાયરસ કે COVID-19ના સંક્રમણને ધ્યાને લઈ તમામ યૂરોપીયન દેશોથી અમેરિકાના પ્રવાસ પર 30 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે, આ વાયરસથી જોડાયેલા નવા મામલાઓને દેશમાં પ્રવેશથી રોકવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.નવો નિયમ શુક્રવાર અડધી રાતથી લાગુ થઈ જશે. આ પ્રતિબંધ બ્રિટન પર લાગુ નહીં થાય. બ્રિટનમાં અત્યાર સુધી વાયરસના 460 મામલાની પુષ્ટિ થઈ છે.ટ્રમ્પે કહ્યું કે, યૂરોપમાં કોરોના વાયરસના અનેક મામલો સામે આવ્યા છે, કારણ કે ત્યાંની સરકાર ચીનથી આવનારા લોકોના પ્રવાસ પર પ્રતિબંધ નથી લગાવી શકી, જ્યાંથી COVID-19 મહામારી શરૂ થઈ હતી.અમેરિકામાં કોરોનાના કારણે 38 લોકોનાં મોત - અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધી 38 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 1135 કેસની પુષ્ટિ થઈ છે. ટ્રમ્પનું આ નિવેદન વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનએ બુધવારે કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ આવ્યું.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાયરસ હકીકતમાં સમગ્ર દુનિયાનું દુશ્મન છે. આપણે તેને વહેલી તકે અને સુરક્ષિત રીતે હરાવવું પડશે. મારા માટે અમેરિકાના લોકોની સુરક્ષા અને જીવનથી મહત્વપૂર્ણ કંઈ જ નથી.વૉશિંગટન રાજ્યએ કોરોના વાયરસના પ્રકોપના કારણે બુધવારે ઇમરજન્સી જાહેર કરી દીધી. અહીં સંક્રમણના 11 કેસની પુષ્ટિ થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply