Skip to main content
Settings Settings for Dark

હોલીવુડ સ્ટાર ટૉમ હૈન્ક્સ અને તેમની પત્ની કોરોના વાયરસના સંક્રમણનો શિકાર

Live TV

X
  • ટૉમની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક કરી અભિનેતા આમિર ખાન પોતાની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા બનાવી રહ્યા છે

    કોરોના વાયરસને ફેલાતો જોઈ વિશ્વ આરોગ્ય સંસ્થાએ મહામારી જાહેર કરી છે..ત્યારે વિશ્વના 80 દેશો કોરોનાની ચપેટમાં આવી ગયા છે..જેમાં સેલેબ્રિટીઓ પણ બાકાત નથી રહ્યા...ફોરેસ્ટ ગમ્પ, કાસ્ટઅવે, કેપ્ટન ફિલિપ અને ધ પોસ્ટ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા હોલીવુડના અભિનેતા ટૉમ હૈંન્ક્સ પણ કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બન્યા છે..ટોમ અને તેમની પત્નીને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે..63 વર્ષીય અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપતા લખ્યુ છે કે ઓસ્ટ્રેલિયામાં શુટિંગ દરમિયાન તેઓ કોરોના સંક્રમણનો શિકાર થયા..અભિનેતા ટૂંક સમયમાં જ અમેરિકન રોક એન્ડ રોલ સ્ટાર એલ્વિસ પ્રેસ્લી પરની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના હતા અને એ માટે જ તેઓ ઓસ્ટ્રેલિયામાં હતા.

    સોશિયલ મીડિયા પર ટોમ હેન્ક્સે લખ્યું કે, ‘હાઈ મિત્રો, રીટા અને હું અહીં ઓસ્ટ્રેલિયામાં છીએ. અમને થાક, શરદી અને શરીરમાં કળતર જેવું ફીલ થતું હતું. રીટાને ટાઢ પણ અનુભવાતી હતી અને થોડો તાવ પણ હતો. એટલે અમે તરત જ કોરોનાવાઈરસનો ટેસ્ટ કરાવ્યો અને અમારાં બંનેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે જ્યાંસુધી જરૂર જણાશે ત્યાં સુધી અમને બંનેને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. અમારી તબિયત વિશે અમે દુનિયાને અપડેટ્સ જણાવતાં રહીશું.’ ડિરેક્ટર બાઝ લુહરમાનની ફિલ્મમાં ટોમ હેન્ક્સ એલ્વિસ પ્રેસ્લી પરની ફિલ્મમાં તેના તરંગી મેનેજરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મની પ્રોડક્શન કંપની વૉર્નર બ્રધર્સે પણ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું છે કે અમે અમારા સેટ પર આ વાઈરસ ન ફેલાય તે માટેની પૂરેપૂરી તકેદારી લઈ રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોનાવાઈરસના 120 કેસ સામે આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply