કોરોના વાયરસના સંક્રમણથી વિશ્વમાં કુલ 1 કરોડ 44 લાખ 30 હજારથી વધુ સંક્રમિત થયા
Live TV
-
અમેરિકા આ વાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત થયું
વિશ્વમાં કોરોના મહામારીનો પ્રકોપ તેજ ગતિથી આગળ ફેલાઈ રહ્યો છે, વિશ્વના તમામ દેશો વધતા સંક્રમણના કેસને પગલે ચિંતિત છે ત્યારે વિશ્વમાં કુલ 1 કરોડ 44 લાખ 30 હજારથી વધુ લોકો આ વાઈરસનો ભોગ બની ચુક્યાં છે. જ્યારે કુલ 6 લાખ 4 હજારથી વધુ લોકોએ આ જીવલેણ વાયરસથી જીવ ગુમાવ્યો છે. અમેરિકા આ વાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે. જ્યાં સંક્રમણના 37 લાખ 62 હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યાં છે, તો 1 લાખ 40 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિનું માનવું છે કે, દેશમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કરવું એ જરૂરી નથી.. તેમણે કહ્યું કે, આ પ્રકારનો આદેશ લોકોની આઝાદી ઝુંટવી લે તેવો છે.અને માસ્ક થી પરેશાનીઓ પણ થાય છે.. અમેરિકાના અનેક પ્રાંતમાં વણસતી પરિસ્થિતિના પગલે ગર્વનરો ફરજિયાત માસ્ક પહેરવાના સર્મથનમાં છે.. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કેસોમાં બીજી વખત રેકોર્ડ બ્રેક વૃદ્ધી થઈ છે..છેલ્લાં 24 કલાકમાં 2 લાખ 59 હજાર 848 નવા કેસ સામે આવ્યા છે. શનિવારે સૌથી વધુ કેસો અમેરિકા., બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકામાં નોંધાયા હતાં.. જ્યારે કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યામાં 7 હજાર 360 લોકોનો ઉમેરો થયો હતો.. માત્ર 100 કલાકમાં 10 લાખ નવા સંક્રમણના કેસ નોંધાયા છે.. જેમાં WHOના જણાવ્યા અનુસાર અમેરિકામાં કોરોનાના 71 હજાર 484 નવા કેસ નોંધાયા છે..
