કોરોના સામે જંગ જીત્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી અભિયાનમાં જોડાયા
Live TV
-
કોરોના સામે જંગ જીતીને આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી અભિયાનમાં જોડાઈ ગયા છે. ફ્લોરિડામાં તેમણે પ્રથમ ચૂંટણી સભામાં સંબોધન કર્યું.
રેલીને સંબોધન કરતા પહેલા ટ્રમ્પના ડૉક્ટરે ટ્રમ્પ કોરોના નેગિટિવ હોવાની જાહેરાત કરી હતી. ફ્લોરિડામાં એક કલાક સુધી ચાલેલી આ રેલીમાં ટ્રમ્પે પોતાના પ્રશંસકોનો આભાર માન્યો હતો.
સાથે જ કોરોના મહામારીમાં પોતાના સ્વજનોને ગુમાવનાર લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. ટ્રમ્પે આ રેલીમાં લોકોને આ મહામારી જલ્દી ખતમ થવાનો વિશ્વાસ પણ આપ્યો. આ પહેલા ટ્રમ્પે ગત શનિવારે વાઈટ હાઉસની બાલ્કનીથી પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા.
હવે આગામી ત્રણ દિવસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પેન્સલવેનિયા, આયોવા અને ઉત્તર કેરોલિનામાં રેલીઓને સંબોધિત કરશે. 3 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હવે 3 સપ્તાહનો સમય બચ્યો છે. તેથી ટ્રમ્પ અને પ્રતિધ્વંધિ જો બાઈડન તાબડતોબ સભાઓ સંબોધિત કરી રહ્યા છે. જો બાઈડને પણ ઓહાયોમાં રેલીને સંબોધિત કરી હતી.
